જીએસટી કાઉન્સિલની 34મી બેઠક આજ રોજ મળવાની છે. જેમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટી રેટમાં ઘટાડો કરવા સહિત વિભિન્ન બાબતો પર ચર્ચા કરવામાં આવશે. જોકે, ચુંટણીના કારણે આચાર સહિંતા લાગુ થઇ ચૂકી હોવાથી રેટમાં ઘટાડાની શક્યતા ઓછી છે. મહત્વનું છે કે, જીએસટી કાઉન્સિલની 24 ફેબ્રુઆરીની બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ અને સસ્તા ઘરો પર જીએસટી રેટને ઘટાડીને ક્રમશ: 5 ટકા અને 1 ટકા કરી દેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, નવા દર એક એપ્રિલથી લાગુ કરવામાં આવશે. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી અથવા રેડી-ટુ મુવ ફ્લેટની ચુકવણી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની સાથે 12 ટકા જીએસટી લાગે છે. સસ્તા મકાનો પર જીએસટી દર 8 ટકા છે. બિલ્ડરો કાચા માલ અને સેવા પર ચૂકવતા ટેક્સ પર ક્યાં સુધી ક્રેડિટનો ઉપયોગ કરી શકે, તેનો ઉલ્લેખ આ બેઠકમાં કરવામાં આવી શકે છે. રિયલ એસ્ટેટ સેક્ટર માટે પહેલી એપ્રિલથી નવી ટેક્સ વ્યવસ્થા અમલમાં આવશે.
સરકાર એ વાતનું પણ ધ્યાન રાખશે કે ઇનપુટ ક્રેડિટ નાબૂદ થતા ઘરની કિંમતમાં વધારો ન થાય. સૂત્રોની માહિત અનુસાર, કાઉન્સિલની આજની બેઠકમાં રાજ્યોમાં વિભાગની સાથે નિર્માણાધીન ઘર પર જીએસટી ઘટાડાનો ફાયદો ગ્રાહકોને મળી રહે તે માટેની રૂપરેખા નક્કિ કરવામાં આવશે.