GST કાઉન્સિલની બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 'છેલ્લા 6 મહિનામાં ઓનલાઈન ગેમિંગથી ટેક્સમાં 412 ટકાનો વધારો થયો છે. જેના કારણે સરકારની તિજોરીમાં 6909 કરોડ રૂપિયાનો વધારો થયો છે. GST કાઉન્સિલની 54મી બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.' આ ઉપરાંત દર તર્કસંગતતા પર મંત્રી જૂથ (GoM) અને રિયલ એસ્ટેટ પર GoMએ આજની સ્થિતિ પર અહેવાલો રજૂ કર્યા હતા. ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર સ્થિતિ વિશે વાત કરવામાં આવી હતી.