અર્થવ્યવસ્થાના મોરચે તમામ નકારાત્મક સમાચાર વચ્ચે મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. આર્થિક મંદીની વચ્ચે નવા વર્ષે 2020ના પહેલા દિવસે GSTના મોરચે અર્થવ્યવસ્થાને એક સારા સમાચાર મળ્યા છે. ડિસેમ્બરમાં GST કલેક્શન સતત બીજા મહીને 1 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બર મહિનામાં પણ GSTથી સરકારને 1.03 લાખ કરોડ રુપિયાની રેવન્યૂ મળી હતી.