જાન્યુઆરી, ૨૦૨૪માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ૧૦.૪ ટકા વધીને ૧.૭૨ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ કલેક્શન અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે. ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત જીએસટી કલેક્શન ૧.૭૦ લાખ કરોડ રૃપિયા કે તેનાથી વધારે નોંધવામાં આવ્યું છે