જાન્યુઆરી, ૨૦૨૩ મહિનાનું સાંજે પાંચ વાગ્યા સુધીનું જીએસટી કલેક્શન ૧,૫૫,૯૨૨ કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ, ૨૦૨૨મા૪ં ૧.૬૮ લાખ કરોડ રૂપિયા પછીનું બીજું સૌથી મોટું કલેક્શન નોંધવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ત્રીજી વખત જીએસટી કલેક્શન ૧.૫૦ લાખ કરોડને પાર થયું છે. ગયા સમાન ગાળાના સરખામણીમાં જીએસટી કલેક્શનમાં ૨૪ ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૪૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતુંં.
સાંજે પાંચ વાગ્યા સુધી નોંધવામાં આવેલ ૧,૫૫,૯૨૨ કરોડ રૂપિયાના જીએસટી કલેક્શનમાં ૨૮,૯૬૩ કરોડ રૂપિયા સીજીએસટી, ૩૬,૭૩૦ કરોડ રૂપિયા એસજીએસટી અને ૭૯,૫૯૯ કરોડ રૂપિયા આઇજીએસટી છે.