ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૫૨ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે. તહેવારોની સિઝનમાં આર્થિક પ્રવૃત્તિઓ વધતા જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૩૦ લાખ કરોડ રૃપિયા હતું. આમ ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં ચાલુ વર્ષના ઓક્ટોબરમાં જીએસટી કલેક્શનમાં ૧૬.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.