સરકારી તિજોરીમાં આ મહિને સૌથી વધુ GST કલેક્શન થયું છે. જી હા...નાણા મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, નવેમ્બર 2023માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે. બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો રાજ્યની જીએસટી આવકમાં 24 ટકાનો વધારો થયો છે. રાજ્યને નવેમ્બર 2023માં જીએસટી હેઠળ 5,669 કરોડની આવક થઈ છે.
ગત વર્ષે નવેમ્બર 2022માં જીએસટીની રાજ્યની આવક 4,554 કરોડ નોંધાઈ હતી. ચાલુ વર્ષે રાજ્યની જીએસટીની આવક સાતમી વખત 5 હજાર કરોડથી વધારે થઈ છે. પ્રથમ આઠ માસમાં રાજ્યની જીએસટીની આવક 41,989 કરોડ થઈ છે. રાજ્ય વેટ હેઠળ કુલ 2,901 કરોડની આવક નોંધાઈ છે. નવેમ્બર 2023માં જીએસટી અને વેટ હેઠળ રાજ્યની આવક 8,670 કરોડ નોંધાઈ છે.