ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીના વલણથી તદ્દન વિપરીત એમ ભારતીય શેરબજારમાં આજે તેજીનો નવો ઇતિહાસ રચાયો હતો. ચોમાસાની પ્રગતિ તેમજ કોર્પોરેટ પરિણામોની જાહેરાતો વચ્ચે આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નિકળેલી નવી લેવાલી પાછળ આજે સેન્સેક્સે ૮૨૦૦૦ની અને નિફ્ટીએ ૨૫૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. જોકે, આજે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા ૭૬૦૦૦ કરોડનો ઘટાડો નોંધાયો હતો.