બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મુદ્દે ગુજરાત સરકારે બુધવારે ખુબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ -12 પાસની લાયકાત યથાવત રાખવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ જાહેરાત હતી તેઓએ કહ્યું હતું કે તાજેતરમાં જ બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા રદ કરવામાં આવી હતી પરંતુ હવે રદ કરાયેલી પરીક્ષા ફરીથી 17મી નવેમ્બરે લેવામાં આવશે.