ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના મહામારીમાં ધોરણ-10ના પરિણામ બાદ ધોરણ-12નું (GSEB HSC Result 2021) પરિણામ પણ 100 ટકા આવ્યું છે. આ પરિણામ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે પરંતું તે માત્ર શાળાઓ જ જોઇ શકશે. સ્કૂલોનું પરિણામ સ્કૂલના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકશે.
12 સાયન્સમાં 1 લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 15,284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સૌથી વધુ 26,831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.