રાજકોટમાં 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ દ્વારા સતત બીજે વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાંયા ગુમાવેલી 22 દીકરીઓના શાહી લગ્નોત્સવનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. CM રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સિઝન્સ હોટેલમાં જાજરમાન લગ્નોત્સવમાં બેન્ડવાજા, વિન્ટેજ કારનો કાફલો, ભાતીગળ સંસ્કૃતિથી મઢેલા લગ્નમંડપ સહિતની બાબતો આકર્ષણનું કેન્દ્ર બની હતી. દીકરીઓને ફૂલો અને શણગારેલી ડોલીમાં બેસાડીને મંડપ સુધી લઇ જવાઈ હતી. ભૂપતભાઈ બોદરના યજમાન પદે તમામ કપલને ગોવામાં હનીમૂન માટેનું પેકેજ પણ આપવામાં આવ્યું છે. તેમજ દરેક દીકરીઓને 25 હજારની ફિક્સ ડિપોઝીટ કરી આપવામાં આવી છે.
- 7000થી વધુ મહેમાનો આવ્યા
- 256 આઈટમો દીકરીઓને કરિયાવરમાં અપાઈ છે
- 03 લાખ રૂપિયાનો કરિયાવર પ્રત્યેક દીકરીને અપાયો
- 02 તોલા સોનાનો સેટ, ચાંદી અને જ્વેલરી અપાઈ