ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ લોકસભા ચૂંટણી (Loksabha Election)વચ્ચે મે મહિનાના પહેલા દિવસે સામાન્ય લોકોને રાહત આપી છે. કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર (Commercial LPG Cylinder)ની કિંમતમાં 19-20 રૂપિયા (LPG price cut)નો ઘટાડો કર્યો છે. નવી કિંમતો આજથીથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે. ગયા મહિને પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ (LPG Cylinder Price)સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો અને 1 એપ્રિલે કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1745.50 રૂપિયા થઈ ગઈ છે.