જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવ્યા બાદ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયથી લદ્દાખના નાગરિકો ખુશ નથી અને તેઓ હવે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી રહ્યા છે. આ માગણી સાથે જ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને ભારે સુત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. બુધવારે બે મોટા સંગઠનો લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયંસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.