Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શિવસેનાના સાંસદ સંજય રાઉત ને પતરા ચાલ જમીન કૌભાંડમાં ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. વિશેષ પીએમએલએ કોર્ટે સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી  આગામી 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. જણાવી દઈએ કે 60 વર્ષીય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ 31મીએ વહેલી સવારે સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, ત્યારબાદ મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. ત્યારબાદ 8 ઓગસ્ટ સુધી અને ફરીથી 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા. હવે કોર્ટે આગામી 5 સપ્ટેમ્બર સુધીના ન્યાયીક કસ્ટડી લંબાવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ