જાપાનમાં G-7 સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે પાપુઆ ન્યુ ગિની પહોંચી ગયા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે. અહીં પોર્ટ મોરેસ્બી એરપોર્ટ પર યજમાન દેશના વડાપ્રધાન જેમ્સ મારાપે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. નરેન્દ્ર મોદી પપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે.