બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આજે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત બનાસકાંઠામાં પણ પાલનપુર અને અમીરગઢમાં આદિવાસી સમાજના લોકોએ ભવ્ય રેલી યોજી આદિવાસી સમાજના વિકાસ માટે કટિબદ્ધ થયા હતા. તો બારડોલીમાં એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘોષણા અનુસાર દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. ડિસેમ્બર 1994ના રોજ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે વર્તમાન સમયમાં જન જાતિની ઓળખ અને તેમના હક્કો માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિચાર ગોષ્ઠિનું આયોજન કરાયું હતું. સરદાર ટાઉન હોલમાં આયોજિત ગોષ્ઠિનું જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા આયોજન કરાયું હતું. ગુજરાતભરમાંથી આદિવાસી સમાજ સાથે જોડાયેલા લોકો ગોષ્ઠિમાં જોડાયા હતા. આજે ગુજરાતમાં વિવિધ જગ્યાએ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.