Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર જિલ્લાના સિહોર, ટાણા, મહુવા ઉપરાંત બોટાદ શહેરમાં તેમજ ગઢડા (સ્વા.) ખાતે અષાઢી બીજના પાવનકારી મહાપર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉત્સાહભર્યા વાતાવરણમાં  નિકળશે. આ રથયાત્રાના  આયોજનને લઈને સ્થાનિક આયોજક સંસ્થાઓ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સિહોરમાં આવતીકાલ તા.૭ જુલાઈને રવિવારે સિહોરમાં ઠાકરદ્વારા મંદિરેથી સવારે ૮ કલાકે પ્રસ્થાન કરશે. ત્યાંથી વખારવાળા ચોક,બજાર,બસ સ્ટેશન બપોરે રેલવે સ્ટેશન રોડ, પાબુજી મંદિરે વિરામ, પ્રસાદ બાદ ખાડીયા,ભાવનગર રોડ, મેઈન બજારમાં થઈને સાંજે મોટા ચોક થઈને નીજ મંદિરે પરત ફરશે. આ સાથે રાજીવનગરમાંથી આજે સવારે ૯ કલાકે વેલનાથ યાત્રા નિકળશે.જે વડલા ચોક થઈને જુના સિહોરના વેલનાથ મંદીરે બપોરે પ્રસાદ લેશે. બાદ યાત્રાનું વિસર્જન થશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ