શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના રોજ (ચૈત્ર સુદ પૂનમ) પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) અને કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે (શનિવારે) શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શુદ્ધ સોનાના 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા છે.