ભારતે સોમવારે સ્ક્રેમજેટ એન્જિનમાંથી શક્તિ પ્રાપ્ત કરતા દેશમાં જ વિકસાવાયેલા હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હિકલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતના વૈજ્ઞાનિકોની આ સફળતાએ નવી પેઢીના હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલના નિર્માણનો માર્ગ મોકળો કરી નાખ્યો છે. આ સાથે હાઇપરસોનિક ટેકનોલોજી વિકસાવીને તેનું સફળ પરીક્ષણ કરનારો ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. હાલ વિશ્વમાં અમેરિકા, રશિયા અને ચીન આ ટેકનોલોજી ધરાવે છે. સોમવારે સવારે ૧૧.૦૩ કલાકે ઓડિશાના બાલાસોરમાં આવેલા વ્હીલર આઇલેન્ડ પરની એપીજે અબ્દુલકલામ ટેસ્ટિંગ રેન્જ ખાતેથી ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ અગ્નિ મિસાઇલ બૂસ્ટરનો ઉપયોગ કરી સ્ક્રેમજેટ એન્જિનમાંથી શક્તિ પ્રાપ્ત કરતા દેશમાં જ વિકસાવાયેલા હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હિકલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ પાંચ મિનિટ ચાલ્યું હતું. આ સફળતા બાદ હવે ડીઆરડીઓના વૈજ્ઞાનિકો મેક સિક્સની ઝડપથી એટલે કે અવાજ કરતાં ૬ ગણી વધુ ઝડપથી પ્રવાસ કરતા મિસાઇલનું નિર્માણ કરી શકશે.