Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યની (Gujarat) 8 હજાર 684 ગ્રામ પંચાયતોમાં (Gram Panchayat Election) આજે મતદાન થશે. રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે સવારે 7થી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. સરપંચની ચૂંટણી માટે 27 હજાર 200 ઉમેદવારો વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 1 કરોડ 82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

6 હજાર 656 મતદાન મથકો સંવેદનશીલ

આ ચૂંટણી માટે 23 હજાર 97 મતદાન મથકો પૈકી 6 હજાર 656 મતદાન મથકો સંવેદનશીલ, 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયામાં 1 લાખ 94 હજાર 586 જેટલા અધિકારી ફરજ પર રહેશે. ગઇકાલે ચૂંટણીને લગતું સાહિત્ય, મતકુટીર, મતદાન પેટી, બેલેટ પેપર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. પ્રીસાઈડીંગ ઓફીસર સહિતનો પોલીંગ સ્ટાફ ગઇકાલથી જ વિવિધ સામગ્ર સાથે મતદાન મથકો પર પહોંચી ગયો હતો.

સરપંચોની 67 બેઠકો પર નથી ભરાયા ફોર્મ

રાજ્ય ચૂંટણી આયોગે 10,812 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી હતી. જે પૈકી 1165 ગ્રામ પંચાયતો સમરસ એટલે કે બિનહરીફ જાહેર થઇ હતી, સરપંચની 473 અને સભ્યોની 27479 બેઠકો અંશતઃ બિનહરીફ થઇ હતી, જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં વિવિધ કારણસર કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા તેની ચૂંટણી યોજાઇ શકે તેમ નથી. જેથી હવે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. સરપંચોની 67 બેઠકો તથા સભ્યોની 3361 બેઠક પર એકપણ ફોર્મ ભરાયા નહીં હોવાથી ચૂંટણી થશે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ