Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે, 21મી ડિસેમ્બરે લોકશાહીના પર્વ સમા ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gujarat Panchayat election results) મતગણતરી (votes counting) હાથ ધરાશે. રાજ્યની 8 હજાર 686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. સરપંચ (Sarpanch) પદ માટે 27 હજાર 200 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે. મંગળવારે, સવારે 9 વાગેથી મતગણતરી હાથ ધરાશે. 344 સ્થળોના 1 હજાર 711 સેન્ટરો પર મતગણતરી યોજાશે. મતગણતરીની કામગીરીમાં 19 હજાર 916 કર્મચારીઓ જોડાશે.આ દરમિયાન 2 હજાર 576 આરોગ્યકર્મીઓ અને 14 હજાર 291 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.

અમદાવાદ જિલ્લા ગ્રામ પંચાયત સહિત રાજ્યભરમાં  સવારે 9 વાગ્યાથી ગ્રામ પંચાયત માટે મત ગણતરી શરૂ થઇ ગઇ છે. અમદાવાદ જિલ્લામાં એક પછી એક વોર્ડની ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં 78 ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ 78 ચૂંટણી અધિકારીઓ મત ગણતરીમાં હાજર છે.

 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ઉમેદવારો દ્વારા જીતની ઉજવણીની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ફટાકડા અને મીઠાઈની પહેલાથી જ વ્યવસ્થાઓ કરી લેવામા આવી છે.

અમદાવાદના લીલપુર ગ્રા.પં.ના સરપંચ પદે ઉષાબેન વિરજી ઠાકોર વિજેતા જાહેર થયા છે. રાજકોટના રામનગર ગામના સરપંચપદે જયેશ બોગરા વિજેતા જાહેર થયા છે. 
ચોક્કસ પરિણામ આવતા સાંજ લાગી શકે છે. ત્યારે હાલના પરિણામ અંગે વાત કરીએ તો, સાણંદના તાજપુરના સરપંચ તરીકે અમૃતસિંહ ચૌહાણ, ખેડાના ભોજાના મુવાડામાં મંજુલાબેન પટેલની જીત, ડીસાના સાંડીયામાં નરસિંહભાઈ આલની જીત, નર્મદાના નરખડીમાં સરપંચ તરીકે મમતાબેન, બાયડના બીબીનીવાવમાં હર્ષદસિંહ સોલંકીની જીતની જીત થઇ છે.

અરવલ્લી જિલ્લાના મોડાસાના માલપુરના ટુણાદરમાં યોગીનીબેન અને સઋરપુરમાં કોદીબેન બામણીયાની જીત તથા પાટણના શંખેશ્વરના રુનીમાં દિનેશ મકવાણા, ચાણસ્માના ગલોલી વાસણામાં દિવાબેનની જીત, રાધનપુરના ધોરકડામાં હિનાબેન આહીરની જીત થઇ છે.
ગાંધીનગરની કાનપુર ગ્રા.પં.ના પરિણામમાં કાનપુર સરપંચ પદે ગીતાબેન રાકેશ ચૌધરી, રતનપુર સરપંચ પદે વિરેન્દ્રસિંહ બિહોલા, વાંકાનેરડા સરપંચ પદે રાહુલ ઠાકોર અને રણાસણ સરપંચ પદે વિષ્ણુજી ઠાકોરની જીત થઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ