Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યભરમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જંગ જામશે. તો બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. જણાવી દઈએ કે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે ત્યારે, આવી ઠંડીમાં પણ લોકો ઉમળકાભેર મતદાન કરવા આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં સરપંચ માટે કુલ 1877 ઉમેદવાર અને સભ્ય માટે 4563 ઉમેદવાર વચ્ચે જંગ છે. 
બનાસકાંઠા જિલ્લામાં 13.48 લાખ મતદારો આજે મતદાન કરશે. સમગ્ર મતદાન પ્રક્રિયા માટે 9865 પુલિંગ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. તો 156 રૂટ પર જોનલ ઓફિસર મતદાન પ્રક્રિયા માટે ગોઠવવામાં આવ્યા છે. જિલ્લામાં 2766 બેલેટ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ