કેન્દ્રીય એજન્સી ઈડીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં કથિત અનાજ વિતરણ કૌભાંડને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. ઈડીના મતે, રાજ્યના પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. કેન્દ્રીય એજન્સીએ દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં રૂ. ૯,૦૦૦ થી ૧૦,૦૦૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. આ સાથે જ આશરે રૂ. ૨,૦૦૦ કરોડ જેટલી રકમ સીધી રીતે બાંગ્લાદેશ અથવા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની આશંકા છે.