ગુજરાત સરકારે રાજ્ય સરકારમાં કર્મચારીઓની ભરતી અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેના અનુસાર હવે રાજ્ય સરકારમાં ઓફિસ આસિસ્ટન્ટની વર્ગ-3ની જગ્યાની ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ લાયકાત સ્નાતક કક્ષાની રહેશે. આ સાથે જ વર્ગ-3ના પદ માટે ઉમેદવારની મહત્તમ વયમર્યાદા વધારીને 35 વર્ષ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 20 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન દ્વારા રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોને આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી.