ગુજરાતમાં 1 મે,2017થી શ્રવણ તીર્થ દર્શન યોજના શરુ થશે. આ યોજના હેઠળ ગુજરાતના યાત્રાધામોમાં દર્શને જવા ઇચ્છતા વરિષ્ઠ નાગરિકોને એસ.ટી બસ(નોન-એસી)માં ભાડામાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ રાહત તમામ જ્ઞાતિના વૃદ્ધોને મળશે. મુખ્યમંત્રી વિજય રુપાણી 1 મેએ યોજના લોન્ચ કરશે.