ભારતીય બેન્કો એનપીએનો સામનો કરી રહી છે ત્યારે સરકાર આરબીઆઈના સુપરવિઝન હેઠળ PCA (પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન)ની યાદીમાં સામેલ 12 બેન્કોને નાણાકીય રૂપે સધ્ધર બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, હાલમાં જ 3 સરકારી બેન્કોને આ યાદીમાંથી દૂર કરાઈ છે. તેમજ આગામી ટૂંક સમયમાં અન્ય 8 બેન્કોને નાણાકીય સહાય પૂરી પાડી યાદીમાંથી મુક્ત કરાશે.
ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર રિકેપિટલાઈઝેશન હેઠળ 12 સરકારી બેન્કોમાં રૂ. 48,239 કરોડ ઠાલવશે. નાણાકીય સેવાઓના સચિવ રાજીવકુમારે જણાવ્યા પ્રમાણે, કોર્પોરેશન બેન્કમાં સરકાર રૂ. 9,086 કરોડ, અલાહાબાદમાં રરૂ. 6,896 કરોડ ઠાલવશે. આ બેન્કો હાલ PCA યાદીમાં સામેલ છે. આ સિવાય, પંજાબ નેશનલ બેન્કને 5908 કરોડ રૂપિયા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને 4114 કરોડ રૂપિયા, આંધ્ર બેન્કને 3256 કરોડ રૂપિયા, સિન્ડિકેટ બેન્કને 1603 કરોડ રૂપિયાનું રિકેપિટલાઈઝેશન કરવામાં આવશે. PCA હેઠળની ચાર બેન્કો-સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, યુનાઈટેડ બેન્ક, યુકો બેન્ક અને ઈન્ડિયન ઓવરસીસ બેન્ક-ને સરકાર 12535 કરોડ રૂપિયા આપશે.
સરકાર બેન્ક ઓફ ઈન્ડિયાને 4,638 કરોડ અને બેન્ક ઓફ મહારાષ્ટ્રને 205 કરોડ રૂપિયા ફાળવશે. આ બન્ને બન્કો તાજેતરમાં PCA ફ્રેમવર્કમાંથી બહાર આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં સરકારે સાત સરકારી બેન્કોમાં રિકેપિટલાઈઝેશન હેઠળ બોન્ડ મારફત કુલ રૂ. 28,615 કરોડ ઠાલવ્યા હતા.