ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 14થી વધુ મહોત્સવો પાછળ 6,208 લાખ જેટલો જંગી ખર્ચ કર્યો છતાં ફક્ત 4,940 વિદેશી પ્રવાસીઓએ ભાગ લીધો હતો. વિભાગે સૌથી વધુ ખર્ચ રૂપિયા 5,404 લાખ માત્ર ડેકોરેશન અને અન્ય ખર્ચ પાછળ કર્યો હતો. 14 મહોત્સવમાંથી 10 ઉત્સવમાં તો એકપણ વિદેશી પર્યટક આવ્યા નથી તે બાબતનો વિધાનસભામાં સરકારે સ્વીકાર કર્યો હતો.