કેન્દ્ર સરકારે લેપટોપની આયાત પર પ્રતિબંધના જૂના નિર્ણયથી પીછેહઠ કરી છે. ઓગસ્ટ-2023માં ભારતે લેપટોપની આયાત પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણય બાદ ભારે ટીકા થઈ હતી. જોકે હવે આ મામલે સરકારે પોતાનો જૂનો નિર્ણય પરત ખેંચી લીધો છે. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે કહ્યું કે, ભારત લેપટોપની આયાત પર પ્રતિબંધ લાદશે નહીં.