કોરોના વાયરસના કારણે દેશભરમાં ઓફિસો બંધ છે ત્યારે સરકારી ઓફિસમાં પણ કર્મચારીઓની સંખ્યા પણ ઘટી છે. ફક્ત જરૂરી સેવાઓના સ્ટાફને જ ઓફિસ બોલાવવામાં આવી રહ્યા છે. અનેક પ્રાઈવેટ ઓફિસોમાં હાલમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી જ સ્ટાફ કામ કરી રહ્યો છે. આ સમયે સરકારી ઓફિસમાં કામ કરનારાને માટે પણ સારા સમાચાર છે. સરકાર તેમના માટે પણ ઘરેથી કામ કરવાનો વિકલ્પ લાવવાનું વિચારી રહી છે. તેઓ વર્ષમાં 15 દિવસ ઘરેથી કામ કરી શકશે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે ઈ-ઓફિસ પર કામ શરૂ કરી દીધુ છે. 75 મંત્રાલયે પહેલાથી આ સિસ્ટમ સાથે જોડાઈ ચુક્યા છે.આ ઉપરાંત 57 મંત્રાલય પોતાના 80 ટકા કામ આ પોર્ટલ મારફતે કરી રહ્યા છે.
ડ્રાફ્ટ પ્રપોઝલમાં કહેવાયું છે કે ડેટા, ડેસ્કટોપ અને લેપટોપના રિમ્બર્સમેન્ટ પર પણ વિચાર કરાયો છે. જે લોકો ઘરેથી કામ કરશે તેઓએ ફોન પર હાજર રહેવું પડશે. આ સિવાય ડ્રાફ્ટમાં કહેવાયું છે કે ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ સ્ટાફને ડિવાઈસમાં કોઈ તકલીફ ન આવે. સાથે જ તેની વીડિયો કોન્ફરન્સની સેવા પણ આપવામાં આવશે. 21 મે સુધી દરેક ડિપાર્ટમેન્ટને ડ્રાફ્ટ પ્રપોઝલ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.