કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રીજ્જુએ સંસદમાં માહિતી આપી હતી કે વિદેશી મળનાર ફન્ડની નિયમોના ઉલ્લંઘનને લઇને ઓલિમ્પિક પદક વિજેતા એમ સી મેરીકોમના ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સહિત 42 સંગઠનોની તપાસ કરવામાં આવી છે. આ બાબતે 21 એનજીઓથી જવાબ માંગવામાં આવ્યું હતું. મેરીકોમ ફાઉન્ડેશની શરૂઆત 2006માં થઈ હતી. સરકારના આ પગલાંથી વિદેશથી દાન મેળવનાર એનજીઓમાં નારાજગી વ્યાપી છે.