રાજ્યમાં વિવિધ સ્થળોએ દુધમાં થતી ભેળસેળ અને નકલી દૂધના મામલાનો પડધો ગાંધીનગર સુધી પડ્યો છે. રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દૂધમાં થતી ભેળસેળ અટકાવવા જિલ્લાકક્ષાથી માંડી રાજ્યકક્ષા સુધી અલગ અલગ સ્તરની કમિટીઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લાકક્ષાએ કલેક્ટર અને રાજ્યકક્ષાએ ચીફ સેક્રેટરીસ્તરની મોનીટરીંગ કમિટી બનાવવાનો પણ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.