સંસદમાં હંગામાને લઈને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ માટે તેમણે સરકારને જવાબદાર ગણાવી હતી. ગૌરવ ગોગોઈએ કહ્યું, 'બંને ગૃહોમાં સત્તાધારી પક્ષ વ્યવસ્થિત રીતે કાર્યવાહી અટકાવી રહ્યો છે. ગયા સપ્તાહે ગુરુવારથી અમને લોકસભામાં બોલવાની તક મળી નથી. સરકાર કોઈ ચર્ચા કરવા માંગતી નથી.