ગુજરાતમાં આજે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે રાજ્ય સરકારે એક બાદ એક ધડાધડ નિર્ણયો જાહેર કરીને સરકારી કર્મચારીઓ, યુવાઓ, મતદારોને રિઝવવા પ્રયાસ થઈ રહ્યાં છે. ગઈકાલે મોડી સાંજે IPSની બદલી, નવી બેંચના IPS ઓફિસરોની નિમણૂક સહિતની રાતોરાત બદલી બાદ આજે સવારે 12 કલાકની ઈલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ પૂર્વે જ સરકારે કલાર્ક અને તલાટીની પરીક્ષાની જાહેરાત કરી છે અને પોલીસ કર્મીઓના પગાર વધારાનો પણ નિર્ણય કર્યો છે.
ગુરૂવારે વહેલી સવારે સરકારે હોમગાર્ડના વેતનમાં વધારાની જાહેરાત કરી છે. હોમગાર્ડ કર્મીઓનું વેતન રૂ. ૩૦૦થી વધારી ૪૫૦ રૂપિયા કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્ય ગૃહ મંત્રાલયે જીઆરડીનું વેતન રૂ ૨૦૦થી વધારી ૩૦૦ કરવામાં આવ્યું છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સન્માન સમારંભમાં જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાત પહેલા પોલીસ કર્મીઓને રિઝવવા સરકારે આ મહત્વની જાહેરાત કરી છે. 1લી નવેમ્બરથી આ વધારો લાગુ થશે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત
હોમ ગાર્ડ ના વેતન મા વધારાની જાહેરાત
હોમ ગાર્ડ નુ વેતન રૂ ૩૦૦ થી વધારી ૪૫૦ કરવામાં આવ્યું
સન્માન સમારંભમા કરી જાહેરાત
જીઆરડીનુ વેતન રૂ ૨૦૦ થી વધારી ૩૦૦ કરવામાં આવ્યું
આ વધારો 1 નવેમ્બર 2022થી ગણાશે
આ સિવાય રાજ્યના યુવાનો અને મતદારોને ખુશ કરવા માટે પણ સરકારે મહત્વની જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્ક-તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 8 જાન્યુઆરીના રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે અને 29 જાન્યુઆરીના રોજ લેવાશે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે.