કેન્દ્ર સરકારે આજે સટ્ટાબાજી એપ અને વેબસાઈટ પર સકંજો કસી મોટી કાર્યવાહી કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે દેશમાં 22 ગેરકાયદેસર એપ અને વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. આ મામલે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ ના મંત્રાલયે આદેશ બહાર પાડ્યો છે, જે મુજબ ગેરકાયદેસર સટ્ટાબાજી માટેની મોબાઈલ એપ અને વેબસાઈટોને બ્લોક કરવામાં આવશે.