ગુજરાતમાં કોરોના રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકાર ભલે રિકવરી રેટ ભારતમાં સૌથી વધારે અમદાવાદનો હોવાના ગુણગાન ગાતી પણ મોતનો આંક પણ સૌથી ઊંચો છે. કોરોના પોઝિટીવના કેસોમાં ગુજરાત એ બીજા નંબરનું રાજ્ય છે. વિધાનસભાના ઉપનેતા શૈલષ પરમાર દ્રારા મા. રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે પત્ર લખ્યો હતો.
સવા છ કરોડ ગુજરાતવાસીઓને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર સામે માનવ અધિકારના ભંગ પગલાં લેવાની રાજ્યપાલ સમક્ષ માંગ કરી હતી. જે અંતર્ગત રાજ્યપાલે સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. હવે રૂપાણી સરકાર સામે મુશ્કેલી વધી શકે છે.
માનવ અધિકાર આયોગને તપાસ સોંપવાના આદેશ
શૈલષ પરમારના આ પત્રને આધારે રાજ્યપાલ દ્રારા તપાસ માનવ અધિકાર ભંગના સચિવને મોકલી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગને પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હવે સરકાર સામે માનવ અધિકાર પંચમાં ખટલો ચાલશે. રાજ્યપાલ દ્વારા આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે મે લખેલા પત્રના અનુસંધાનમાં માનવ અધિકાર ભંગ બદલ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને તપાસ સોપવાના આદેશ કર્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે શૈલેષ પરમાર દ્વારા વિગતવાર સ્ફોટક રજૂઆતો કરાઈ હતી.