ભારતમાં કોરોના વાયરસના મામલાઓમાં સતત વધારો આવતાની સાથે જ કેન્દ્ર સરકારે શનિવારે એક નવી સલાહ આપતા કહ્યું છે કે, કોરોનાને રોકવા માટે માસ્ક પહેરવા જરૂરી છે જો તમે માસ્ક ન પહેરી શકો તો સ્વચ્છ કપડું પણ બાંધી શકો છો. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ઘરોથી બહાર નિકળો.
ઉલ્લેખનીય છે કે અગાઉ 31 માર્ચે પ્રેસ બ્રીફિંગ દરમિયાન માસ્કને લઇને પ્રશ્નના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતુ કે, બધાને માસ્ક પહેરવાની જરૂરત નથી. “અમે માસ્ક ક્યારે પહેરવા છે, તેને લઇને ગાઈડલાઈન રજૂ કરી છે. જો તમને ખાંસી આવી રહી હોય, તમે બિમાર હોવ અથવા તમારે હોસ્પિટલમાં જવું છે, તેવી સ્થિતિમાં તમારે માસ્ક પહેરવા જોઈએ.”