કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને હવે દુનિયાભરના દેશોમાં પગદંડો જમાવ્યો છે. આજે યુએસના ન્યુયોર્ક શહેરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પાંચ કેસો નોંધાયા હતા. આમિક્રોનના કેસો હવે ભારત, જાપાન,સાઉદી અરબ, મલેશિયા, સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં પણ નોંધાયા છે અને દર કલાકે ઓમિક્રોનના નવા કેસો વધી રહ્યા છે.
એક સપ્તાહ પૂર્વે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો તે આજે ભારત સહિત 24 દેશોમાં પ્રસરી ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એશિયા-પેસેફિક વિસ્તારમાં આવેલા દેશોને આરોગ્ય સેવાઓ વધારે મજબૂત બનાવવાની અને લોકોનું રસીકરણ કરવા પર ભાર મુક્યો હતો.