ખેડૂતો માટે આનંદના સમાચાર છે. તાજેતરમાં ઇફકો ( IFFCO) કંપની તરફથી ખાતરના ભાવ (fertilizer prices)માં તોતિંગ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. કર્ણાટકમાં ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ બાદ તાજેતરમાં ઈફકો દ્વારા પણ ડીએપી (DAP), એનપીકે (NPK) સહિતના ખાતરોમાં અંદાજીત એક બેગ દીઠ રૂપિયા 900નો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ ભાવ વધારાનો ખેડૂત સંગઠનો (Farmers organistions) તેમજ વિવિધ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ સરકાર દ્વારા આ ભાવ વધારો કંપનીઓ તરફથી કરવામાં આવ્યો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું હતું. જોકે, ખાતરનો ભાવ વધારો સરકારના ઈશારે કરાયો હોવાની ચોમેરથી બૂમો ઉઠી હતી. આ સંદર્ભે હવે સરકારે ખાતર ભાવ વધારા મામલે યુ-ટર્ન લેવાની ફરજ પડી છે. સરકારે આ ભાવ વધારો હાલ પરત ખેંચ્યો છે આ અંગેની જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya)એ કરી હતી.