115 બિલિયન ડોલરની અનુમાનિત સંપત્તિ સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને અમેઝોનના CEO જેફ બેજોસ 3 દિવસના ભારત પ્રવાસે હતા. આ 3 દિવસોમાં બેજોસ મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ રાજઘાટ ગયા. તેમણે મુંબઈમાં દિગ્ગજ વેપારી અને અનેક બોલિવુડ કલાકારો સાથે પણ મુલાકાત કરી હતી. જેફ બેજોસની ભારતની યાત્રામાં સૌથી ચોંકાવનારી જે વાત એ રહી કે, તેમણે મોદી સરકારના એકેય મંત્રીઓ સાથે મુલાકાત ના કરી.
સૂત્રો મુજબ, અમેઝોનના CEO PM નરેન્દ્ર મોદીથી મળવા માંગતા હતા પણ તેમની અપોઈન્ટમેન્ટને ખાસ મહત્વ આપવામાં આવ્યું ન હતું. સૂત્રો અનુસાર, સરકારી અધિકારીઓએ આ બાબતે જણાવ્યું કે, જેફ બેજોસને મળવું મોદી સરકારની મજબૂરી ના માની શકાય.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેઝોન કંપનીને અમેરિકા અને યૂરોપમાં સ્વામિત્વ વાળા ન્યૂઝ પેપર ‘વૉશિંગટન પોસ્ટ’માં સરકાર વિરોધી આર્ટીકલ સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.
‘વૉશિંગ્ટન પોસ્ટ’માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવા અને નાગરિકત્વ કાયદાને લઈને સરકાર વિરોધી લેખ છપાયા હતા. BJPના અનેક નેતાઓએ ટ્વીટર પર ‘વૉશિંગટન પોસ્ટ’ના આ લેખોની નિંદા કરી હતી.
અમેઝોન કંઈ ઉપકાર નથી કરી રહી : પીયુષ ગોયલ
જણાવી દઈએ કે, જેફ બેજોસે પોતાના ભારત પ્રવાસ પર જાહેરાત કરી કે, અમેઝોન દેશમાં લગભગ 7 હજાર કરોડનું રોકાણ કરશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેને લઈને જણાવ્યુ કે, અમેઝોન દેશ પર કોઈ ઉપકાર નથી કરી રહી.