જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં કરીને લાદવામાં આવેલા વિવિધ પ્રતિબંધોના મુદ્દે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સુપ્રીમે કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ અતિ સંવેદનશીલ છે અને એટલે સરકાર પર ભરોસો કરવો જોઈએ. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે સમય આપવો જોઈએ. રાતોરાત ચીજો બદલાઈ શકતી નથી. એટલે રાજ્યમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો વિશે કોઈ પણ પ્રકારનો આદેશ આપવામાં નહીં આવે.
જમ્મુ અને કાશ્મીરમાં લાદી દેવામાં આવેલા પ્રતિબંધો હટાવી લેવાની માગણી કરતી તહસીન પૂનાવાલાની પિટિશનના મુદ્દે સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો અને આ મામલે બે સપ્તાહ બાદ માટે સુનાવણી ટાળી દીધી હતી.