કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં 74 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ સિૃથતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ચર્ચા માટે સરકાર પાસે આવવા કહ્યું છે જેનો ખેડૂત નેતાઓએ સ્વિકાર કર્યો છે. અને કહ્યું છે કે સરકાર તારીખ નક્કી કરે અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. જોકે સાથે જ ખેડૂતોએ આંદોલનજીવી વાળા મોદીના નિવેદનને નકાર્યું હતું અને કહ્યું હતું કે લોકશાહીમાં આંદોલન મહત્વનો ભાગ છે.
સંયુક્ત કિસાન મોર્ચાના સીનિયર સભ્ય અને ખેડૂત નેતા શીવકુમાર કક્કાએ કહ્યું હતું કે સરકાર સાથે ચર્ચા કરવા માટે આગામી રાઉન્ડ માટે અમે તૈયાર છીએ. અમે ક્યારેય પણ સરકાર સાથે વાતચીતની ના પાડી જ નથી.