અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં સરકારી શાળાની જમીન બારોબાર વેચાઈ જવાના કૌભાંડને કારણે 433 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. સાણંદ બાવળા રોડ પર ગઢિયા ચાર રસ્તા પાસેની તાલુકા શાળા (ડી જી પ્રાથમિક શાળા)નું રીનોવેશન શરૂ કરાયું ત્યારે નવિન કાલિદાસ પટેલ નામની વ્યક્તિએ દાવો કર્યો હતો કે આ જમીન તેમણે ખરીદી છે. સરકારી જમીન કેવી રીતે વેચાઈ તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.