કેન્દ્ર સરકારને ૨૦૨૩નું વર્ષ ફળ્યું છે. વર્ષના અંતે જીએસટી કલેક્શનમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો હતો. ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો વધીને ૧.૬૪ લાખ કરોડને પાર પહોંચી ગયો હતો. આ જ સમયગાળામાં વર્ષ ૨૦૨૨માં એકઠા થયેલા જીએસટી કલેક્શનનો આ આંકડો ૧.૪૯ લાખ કરોડ હતો. એટલે કે ૧૦ ટકાનો વધારો થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં જીએસટીની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. એપ્રીલથી ડિસેમ્બર સુધીનું સરેરાશ માસિક કલેક્શન ૧.૬૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.