નવી શિક્ષણનીતિ અંતર્ગત નવી સ્કૂલબેગ નીતિમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે કે ધોરણ ૧થી ૧૦ના વિદ્યાર્થીઓની સ્કૂલબેગનું વજન વિદ્યાર્થીનાં વજનના ૧૦ ટકાથી વધુ હોવું જોઇએ નહીં. શિક્ષણ મંત્રાલયની ભલામણ અનુસાર શાળામાં વિદ્યાર્થીની સ્કૂલબેગનું નિયમિત રીતે મોનિટરિંગ થવું જોઇએ. વિદ્યાર્થીની સ્કૂલબેગ વજનમાં હળવી અને તેના ખભા પર સહેલાઇથી ફિટ થઇ શકે તેવા એડજસ્ટેબલ સ્ટ્રેપ ધરાવતી હોવી જોઇએ. સ્કૂલબેગમાં વ્હીલ હોવા જોઇએ નહીં કારણ કે તેનાથી બાળકને ઇજા પહોંચી શકે છે. તે ઉપરાંત પુસ્તકના પબ્લિશરે પુસ્તક પર વજન ફરજિયાત છાપવાનું રહેશે. એનસીઇઆરટી દ્વારા હાથ ધરાયેલા વિવિધ સર્વે અને અભ્યાસ બાદ આ ભલામણો કરવામાં આવી છે. સર્વેમાં ૩૫૨ શાળાઓના ૩૬૨૪ વિદ્યાર્થી અને ૨૯૯૨ વાલીઓના ડેટા એકઠા કરાયા હતા.