લોકસભાની ચૂંટણી ને લઇને જ્યા એક તરફ રાજકીય ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાહેઠળ કામ કરતા મજૂરોને એક મોટી ભેટ (Gift) આપી છે. જીહા, કેન્દ્ર સરકારે મનરેગા હેઠળ વેતનમાં વધારાની જાહેરાત કરી છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મનરેગા હેઠળ અકુશળ મેન્યુઅલ કામદારો માટે નવા વેતન દરો (New Wage Rates) જાહેર કર્યા છે. આ અંતર્ગત ગોવા (Goa) માં મહત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે મનરેગાના વેતન દર (MNREGA wage rate) માં 3 થી 10 ટકાનો વધારો કર્યો છે.