એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ દેશભરમાં પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. જ્યારે હવે પેન્શનધારકો દેશની કોઈપણ શાખામાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે. EPFOએ કર્મચારી પેન્શન યોજના 1995 હેઠળ સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) ને દેશભરમાં લાગુ કરી છે. ડિસેમ્બર 2024 માટે EPFOના તમામ 122 પેન્શન વિતરણ પ્રાદેશિક કચેરીઓ સાથે જોડાયેલા 68 લાખથી વધુ પેન્શનધારકોને અંદાજે રૂ. 1,570 કરોડની રકમનું પેન્શન વિતરણ કરવામાં આવ્યું હતું.