શિક્ષણ મંત્રાલયે NEET (UG) પરીક્ષા 2024માં કથિત ગેરરીતિઓની તપાસ CBIને સોંપી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 5મી મે 2024 ના રોજ NEET (UG) પરીક્ષા OMR મોડમાં આયોજિત કરી હતી. જેમાં કેટલાક ગેરરીતિના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પરીક્ષા પ્રક્રિયાના સંચાલનમાં પારદર્શિતા માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા પછી તપાસ માટે મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.