૩ કૃષિ કાયદાઓ પર કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા ગજગ્રાહનો અંત લાવવા બુધવારે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકારના ૩ મંત્રી અને ૪૧ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે બપોરે બે કલાકથી મંત્રણા શરૂ થઇ હતી. બેઠકમાં હાજર રહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, વાણિજ્ય અને ખાદ્ય મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશે ૩ કૃષિ કાયદા રદ કરવાની ખેડૂત સંગઠનોની માગને નકારી કાઢી હતી. મંત્રણા દરમિયાન સરકારે ખેડૂતોને જણાવ્યું હતું કે, ૩ કૃષિ કાયદાઓ પર ખેડૂતોની માગણીઓ પર એક સમિતિની રચના કરી શકાય.