ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે કેટલાક દિવસથી જંગ ચાલી રહ્યો છે. અમેરિકી સોશિયલ મીડિયા કંપની ટ્વિટર ભારત સરકારના નવા આઈ.ટી.નિયમો માનવા તૈયાર નથી. માટે સરકારે હવે ટ્વિટરને પરદેશી કંપની તરીકે મળતું કાયદાકીય રક્ષણ હટાવી લીધું છે. એનો સીધો અર્થ એ થાય કે ટ્વિટર પર રજૂ થતી કોઈ માહિતી માટે સીધી જ ટ્વિટર સામે કાર્યવાહી થઈ શકશે. સરકારે આ નિર્ણયની કંપનીને સત્તાવાર જાણ નથી કરી પરંતુ હવે કરશે. ટ્વિટરે જો ભારતના આઈ.ટી.નિયમો સ્વિકારી લીધા હોત તો તેના આ રક્ષણ મળી શક્યું હોત.