Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સૂત્રોએ એવું જણાવ્યું કે સરકારે ૮ લાખ કરોડના જૂના ઇન્કમ ટેક્સ કેસોમાં એક સમયની રાહત આપવાની તૈયારી કરી લીધી છે. આ માટે એક ટાસ્ફ ફોર્સની રચના કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર દ્વારા રચિત ટાસ્ફ ફોર્સ ભલામણ કરીને સરકારને રિપોર્ટ સોંપશે અને તે આધારે સરકાર આગળની કાર્યવાહી અંગેની વિચારણા કરશે. નિષ્ણાતોએ એવું જણાવ્યું કે જો આવું થાય તો ટેક્સ દાવેદારોની સંખ્યામાં ઘણો ઘટાડો થશે અને કરદાતાઓને તેમનો સમય અને પ્રયાસ બચાવવામાં મદદ મળી રહેશે. ક્રોસ બોર્ડર ઇસ્યુ સંબંધિત કેસોમાં તથા ટ્રાન્સફર પ્રાઇસિંગને કારણે ભારતમાં કંપનીઓ માટે કારોબાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. ઘણા લાંબા સમયથી પડતર પડી રહેલા ટેક્સ સંબંધિત દાવાઓને ઉકેલી કાઢવાની કોઈ યોજનાનું તેમણે સ્વાગત કર્યું છે. ટાસ્ક ફોર્સને ડાયરેક્ટ ટેક્સ કોડનો ડ્રાફ્ટ ઘડવાનું જણાવવામાં આવ્યું છે. ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ફાળવણી ૨૦ ટકા વધારીને ૨૯,૦૦૦ કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટેની ફાળવણી ૧,૨૦૦ કરોડથી વધારીને ૨,૫૦૦ કરોડ કરી દેવાઈ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ